સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટ ની સ્થાપના વર્ષ ૧૯૭૯ માં કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્વારા રાજકોટ માં સરસ્વતી શિશુ મંદિર ની સ્થાપના થઇ. ચાર સ્થાન ૧. મારૂતીનગર ૨. રણછોડનગર ૩. નવાથોરાળા ૪. જસદણ પર તેનું વિસ્તરણ થયેલ છે. તેમજ હાલમાં ચાર હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રિયતા સભર મુલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
સરસ્વતી શિશુમંદિર ભારતીય જીવનમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણના માધ્યમથી ગુણવત્તાના ધોરણે જતન કરતુ સુખ્યાત વિદ્યાધામ છે. યોગ, સંસ્કૃત, અંગ્રેજી, વિજ્ઞાન અને સંસ્કારલક્ષી વિવિધ પ્રવુતિઓને સાંકળવાને કારણે બાળકોનો સર્વાગીણ વિકાસ અહી શક્ય બન્યો છે. અનુભવી પ્રશિક્ષિત, પ્રેમાળ, મિલનસાર, તેમજ પૂર્ણ વ્યાવસાયિક લાયકાત ધરાવતો શિક્ષક સમુદાય.
જો તમે અનુભવી પ્રશિક્ષિત, પ્રેમાળ, મિલનસાર, તેમજ પૂર્ણ વ્યાવસાયિક લાયકાત ધરાવતા હોય અને અમારી સંસ્થા નો ભાગ બનવા માંગતા હોય તો નીચેના ઇમેઇલ એડ્રેસ પર તમારો રીઝયુમ મોકલો.
shishumandirrajkot@gmail.com