સમાજનું ઋણ અદા કરવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ....
- નાગભૂમીના આદિવાસી બાંધવો માટે ફાળો એકત્ર કરી મદદરૂપ થાય છે.
- “મુઠ્ઠી ધાન” પ્રોજેક્ટ હેઠળ નોધપાત્ર રાશી સમાજમાંથી એકત્ર કરી વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થયા.
- વૃદ્ધાશ્રમ ની મુલાકાત.
- એક સાથે અનેક જગ્યાએ વૃક્ષારોપણ કર્યું.
- સામાજિક જાગૃતિ ફેલાવવા શાળાની કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોર્યા.
- “બેટી બચાવો” અંતર્ગત સમાજમાં જાગૃતિ લાવવા રેલીઓનું આયોજન થાય.
- સ્ત્રી સશક્તિકરણ ની તાલીમ અને સેમિનારનું આયોજન.
- ગરીબ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને પુસ્તકોની સહાય કરાય છે.
દર વર્ષે શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શનો યોજાય છે. જેમાં શાળામાં બાળવૈજ્ઞાનિકો દ્વારા મોટી સંખ્યામાં વિજ્ઞાન તેમજ ગણિત ને લગતી વૈજ્ઞાનિક અભિગમ ખીલાવતી કૃતિઓ રજુ કરવામાં આવે છે. તેમાં બાલ મંદિર થી ધોરણ ૧૨ સુધીના બાળકો પોતાની કૃતિઓ દ્વારા અન્ય શાળાના વિદ્યાર્થીઓને પણ આકર્ષે છે.