Admission Open 2024-25

Phone Number 9328526620, 8780000251

Saurashtra Shikshan & Seva Samaj Trust

સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૧૯૭૯માં કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્વારા રાજકોટ માં સરસ્વતી શિશુ મંદિરની સ્થાપના કરાઈ. ચાર સ્થાન ૧. મારૂતીનગર ૨. રણછોડનગર ૩. નવાથોરાળા ૪. જસદણ પર તેનું વિસ્તરણ થયેલ છે. તેમજ હાલમાં ચાર હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયતા સભર મુલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

સરસ્વતી શિશુમંદિર ભારતીય જીવનમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણના માધ્યમથી ગુણવત્તાના ધોરણે જતન કરતુ સુખ્યાત વિદ્યાધામ છે. યોગ, સંસ્કૃત, અંગ્રેજી, વિજ્ઞાન અને સંસ્કારલક્ષી વિવિધ પ્રવૃત્તીઓને સાંકળવાના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ અહી શક્ય બન્યો છે. અમારા સહસ્ત્ત્રાધીક  વિદ્યાથીઓ આજે સમાજમાં એમના મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વથી વ્યવસાય, સરકારી ક્ષેત્રે અને ખાનગી સાહસોના કોર્પોરેટ સેક્ટરમાં ભારે મોટો પ્રભાવ પાથરી રહ્યા છે. શિક્ષણને સમર્પિત સંચાલકો, વિદ્યાપ્રીતિને વરેલા શિક્ષકો અને હકારાત્મક અભિગમવાળા રાષ્ટ્રપ્રેમી વાલીઓને કારણે સરસ્વતી સંકુલ સમાજમાં બહોળી સ્વીકૃતિ પામેલ છે.

શ્રી અપૂર્વભાઈ મણીઆર

શ્રી અપૂર્વભાઈ મણીઆર વ્યવસાયે અગ્રણીય બિલ્ડર છે. તેઓશ્રી બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલ છે. હાલ ભારતીય શિક્ષણ સેવા સમિતિ માં પ્રાંત પ્રમુખ તરીકે પણ સેવારત છે. તેઓશ્રી માનનીય પ્રવીણકાકા ના પુત્ર છે. તેઓશ્રી આ સંસ્થાના ચેરમેન છે.

શ્રી અપૂર્વભાઈ મણીઆર

શ્રી ડૉ. બળવંતભાઈ જાની

શ્રી ડૉ. બળવંતભાઈ જાની વર્ષો સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના અધ્યક્ષ રહ્યાં. તેઓશ્રી ઉતર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ સેવા બજાવેલ છે તેમજ NCRT ના ચેરમેન તરીકે સેવાઓ આપી ચુક્યા છે. તેઓ શ્રી બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. તેઓશ્રી દ્વારા અનેક ગુજરાતી પુસ્તકો બહાર પડેલ છે. તેઓશ્રી હાલમાં સાગર યુનિવર્સીટી, મધ્યપ્રદેશમાં કુલાધિપતિ તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓશ્રી આ સંસ્થામાં મેનેજીંગ ટ્રસ્ટી છે.

શ્રી ડૉ. બળવંતભાઈ જાની

શ્રી ડૉ. પી. વી. દોશી

આ સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી તેમજ પ્રથમ ચેરમેનશ્રી , સંઘના પ્રાંત કાર્યવાહ માનનીય પૂજય પ્રાણલાલ વ્રજલાલ દોશી કે જેને આપણે "પપ્પાજી" તરીકે ઓળખીએ છીએ. જેની રાહબર હેઠળ સંસ્થાનું નિર્માણ થયું.

શ્રી ડૉ. પી. વી. દોશી

શ્રી પ્રવીણકાકા

આ સંસ્થાના દ્રિતીય ચેરમેનશ્રી , તેમજ સંઘમાં પશ્ચિમ વિભાગ ના સંપર્ક પ્રમુખ તરીકેનું દાયિત્ય વહન કરેલ. તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા તેમજ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ નું આગવું સ્થાન સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થપાયું.

શ્રી પ્રવીણકાકા

શ્રી રમેશભાઈ ઠાકર

શ્રી રમેશભાઈ ઠાકર વિરાણી બહેરા મૂંગા શાળા ના ભૂતપૂર્વ આચાર્ય છે. તેઓશ્રી ઘણા વર્ષો થી શિક્ષણ સાથે જોડાયેલ છે. તેઓશ્રીએ ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નો રાજ્ય સરકાર તરફથી પુરસ્કૃત થયેલ છે. તેઓશ્રી સંસ્થાના સ્થાપના કાળથી સંસ્થા સાથે જોડાયેલ છે. તેઓશ્રી આ સંસ્થાના માનદ મંત્રી છે.

શ્રી રમેશભાઈ ઠાકર

શ્રી અનિલભાઈ કિંગર

શ્રી અનિલભાઈ કિંગર રાજકોટની ખ્યાતનામ કોલેજ શ્રી પી.ડી.માલવિયા કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી રહ્યાં છે. હાલ તેઓ સંસ્થામાં ટ્રસ્ટી છે.

શ્રી અનિલભાઈ કિંગર

શ્રી પલ્લવીબેન દોશી

શ્રી પલ્લવીબેન દોશી આ ટ્રસ્ટ ને ઘણા વર્ષો થયા માર્ગદર્શન અને સેવા આપી રહ્યાં છે. તેઓશ્રી પૂજય પપ્પાજીના પુત્રવધુ છે. હાલ તેઓ સંસ્થામાં ટ્રસ્ટી છે.

શ્રી પલ્લવીબેન દોશી