જુન ૧૯૮૩ થી લાખાજીરાજ રોડ પર એક રૂમમાં શરૂ થયેલ શાળા આજે બાલમંદિર થી ધોરણ ૧૨ સુધીની રાજકોટમાં મારૂતીનગર, રણછોડનગર, નવા થોરાળા તેમજ જસદણમાં હાલ કાર્યરત છે. આમ માત્ર શિશુ મંદિર થી શરૂ થયેલ સંસ્થા આજે નાના બીજમાંથી વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. રાજકોટ શહેર માં ઉત્તરોત્તર ધોરણ ૧૦ અને ૧૨ ના ૧૦૦% પરિણામ લાવતી જુજ શાળાઓ માં નામના ધરાવે છે. તેમજ આ સંસ્થાએ હજારો પ્રતિષ્ઠિત, પ્રસ્થાપિત અને રાષ્ટ્રપ્રેમી વિદ્યાર્થીઓની સમાજને ભેટ આપી છે.