શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લઇ, જીલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી પસંદગી પામેલ છે. ખાસ કરીને બેડમિન્ટન, કબ્બડી, ફૂટબોલ, ખો-ખો તેમજ એથલેટીક્સની રમતોમાં પણ ઉત્કૃષ્ઠ દેખાવ કરી રાષ્ટ્રીય સ્તર સુધી જળકયા છે.
શાળામાં ટેબલટેનીસના રાષ્ટ્રીય સ્તરની કોર્ટનું નિર્માણ કરેલ છે. શાળામાં સમયાન્તરે રમતોત્સવનું આયોજન કરી ઓલમ્પિક જેવા વાતાવરણ નું નિર્માણ કરવામાં આવે છે. શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ માં ભાગ લઇ દર વર્ષે ચંદ્રકો મેળવે છે.
શાળામાં ભારતીય પધ્ધતિ અનુરૂપ બાળકોને કથ્થક અને ભારત નાટ્યમ ના વર્ગો ચલાવવામાં આવે છે. શાળામાં ગાયન વાદનના શાળા સમય સિવાયના સમયમાં નિષ્ણાંત શિક્ષક દ્વારા સઘન તાલીમ આપવામાં આવે છે. આ અંતર્ગત વિસારત સુધીની ઉપાધિયો પ્રાપ્ત કરવાની વ્યવથાઓ ગોઠવેલ છે.